બારડોલીઃ બારડોલીમાં ‘રન ટુ રિમેમ્બર્સ સુભાષ સંગ્રામ’ મેરેથોન દોડનું પ્રસ્થાન કરાવતા પહેલાં ડો. સુબ્રહ્મણ્યમ સ્વામીએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, તાઇવાનમાં સુભાષચંદ્ર બોસનું અચાનક મૃત્યુ થયું નહોતું, પરંતુ તેમની હત્યા થઈ હતી. સરકારે પુરાવા દબાવી હકીકત દેશની જનતાથી છુપાવી છે.
નહેરુ પર નિશાન સાધ્યું
આ દરમિયાન ડો. સુબ્રહ્મણ્યમ સ્વામીએ સુભાષચંદ્ર બોસના મૃત્યુ અંગે જવાહરલાલ નહેરુ પર નિશાન સાંધતાં તેમણે જણાવ્યું કે, સરકારે સુભાષચંદ્ર બોસના મૃત્યુ અંગે કન્ફર્મેશનને દબાવી દેશની જનતાથી સત્ય હકીકત છુપાવી છે.
બોઝનું અચાનક મૃત્યુ નહીં, પણ હત્યા
સુભાષચંદ્ર બોસના મોતને લઈને સુબ્રહ્મણ્યમ સ્વામીએ જણાવ્યું કે, સુભાષચંદ્ર બોસને લઈને સત્ય સામે આવવું જોઈએ. તાઇવાનમાં તેમની હત્યા થઈ નથી. એનું કન્ફર્મેશન આપણી સરકારે દબાવી રાખ્યું છે. અમેરિકાએ એ જ સમયે કહ્યું હતું કે, અહીં કોઈ પ્લેન ક્રેશ નથી થયું. એટલા માટે બોસ કે કોઈપણ હોય, તેમનું મૃત્યુ અહીં નથી થયું. એને આપણા દેશમાં દબાવી દેવાયું છે.

