નવી દિલ્હીઃ વર્ષ 1984ના શીખ વિરોધી રમખાણમાં દિલ્હીના સરસ્વતી વિહાર હિંસા મામલે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જનકુમારને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે ઉંમરકેદની સજા સંભળાવી છે. દિલ્હી પોલીસ અને પીડિતોએ આ મામલાને રેરેસ્ટ ઓફ ધ રેરની કેટેગરીમાં કહેતાં આરોપી સજ્જનકુમારને ફાંસીની સજાની માગ કરી હતી.
માનવતા વિરુદ્ધ અપરાધ
પોલીસે કોર્ટમાં દાખલ દલીલમાં કહ્યું હતું કે, આ મામલો નિર્ભયા કાંડથી પણ ઘણો વધારે સંવેદનશીલ છે. નિર્ભયા કેસમાં એક મહિલાને ટાર્ગેટ કરવામાં આવી હતી, પરંતુ અહીં એક સમુદાયના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. 1984માં શીખોનો કત્લેઆમ માનવતા વિરુદ્ધ અપરાધ છે. એક સમુદાય વિશેષને આ હિંસામાં ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. આ રમખાણે સમાજની ચેતનાને હચમચાવી નાખી હતી.