ગુજરાતના રાજ્યપાલ પદ પર આચાર્ય દેવવ્રતે વિક્રમ સર્જ્યો

Wednesday 26th February 2025 05:11 EST
 
 

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યમાં સૌથી વધુ સમય સુધી આ પદે રહેનારા પ્રથમ રાજ્યપાલ બન્યા છે. તેઓ 22 જુલાઇ 2019ના રોજ ગુજરાતના રાજ્યપાલ બન્યા હતા, એટલે કે 5 વર્ષ અને 217થી વધુ દિવસ સુધી તેઓ રાજ્યપાલ પદે છે. આ પહેલાં 1973માં મૂળ કેરળના કે.કે. વિશ્વનાથન 5 વર્ષ 132 દિવસ સુધી રાજ્યપાલ રહ્યા હતા. ગુજરાતમાં કાર્યકારી અને વધારાનો હવાલો સંભાળ્યો હોય તેવા કુલ 24 રાજ્યપાલ બન્યા છે. આનંદીબહેન પટેલ યુપીમાં સૌથી વધુ 5 વર્ષ રાજ્યપાલ રહ્યાં છે.
11 રાજ્યપાલ 4 વર્ષથી વધુ સમય રહ્યા
નવલકિશોર શર્મા 5 વર્ષ, શારદા મુખર્જી 4 વર્ષ 357 દિવસ, કમલા બેનિવાલ 4 વર્ષ 222 દિવસ, ડો. સ્વરૂપસિંહ 4 વર્ષ 192 દિવસ, આર.કે. ત્રિવેદી 4 વર્ષ 66 દિવસ, સુંદરસિંહ ભંડારી 4 વર્ષ રાજ્યપાલપદે રહ્યા હતા. તામિનલાડુના એલ. નરસિમ્હન દેશના ઇતિહાસમાં સૌથી વધુ 12 વર્ષ સુધી રાજ્યપાલ રહ્યા હતા.


comments powered by Disqus