અમદાવાદઃ મુંબઈથી દક્ષિણ ગુજરાતમાં કોકેઇનની ડિલિવરીનું દોઢ વર્ષ કરતાં વધુ સમયથી ચાલતું નેટવર્ક સ્ટેટ મોનિટરિંગ સેલે ધ્વસ્ત કરી નાઇજિરીયન મહિલાને પકડી હતી. હવે આ મહિલાને રૂ. 1.5 કરોડનું ડ્રગ્સ ડિલિવરી કરવા માટે આપનારા નાઇજિરિયન શખ્સને મુંબઈથી ઝડપી લેવાયો છે.
નવસારી- સુરત વચ્ચે 17 ફેબ્રુઆરીએ સવારે મુંબઈથી આવી રહેલી ટેક્સી પાસિંગની કારમાંથી એક નાઇજીરિયન મહિલા માર્ગારેટ એની એમજીબુડોમને રૂ. 1.49 કરોડની કિંમતના 149.510 ગ્રામ કોકેઇન સાથે પકડી લેવાઈ હતી. આ કેસમાં વધુ તપાસ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કોકેઇનનો જથ્થો આપનારા મૂળ નાઇજિરિયાના અને હાલ મુંબઈના નાલાસોપારામાં રહેતા લુક પીટર ઉર્ફે બોય ફ્રેસ ઉર્ફે ઇમાન્યુએલ ચિકાઉબિઆને ઝડપી પાડયો છે.