ભુજ-મુન્દ્રા રોડ પર બસ અને કન્ટેનરના અકસ્માતમાં 6 મોત

Wednesday 26th February 2025 05:10 EST
 
 

મુંદ્રાઃ ભુજ-મુંદ્રા રોડ પર શુક્રવારે બપોરે લક્ઝરી બસ અને લોડેડ કન્ટેનર ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં 6 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 25ને ઇજા થઈ હતી. સીતારામ ટ્રાવેલ્સની લક્ઝરી બસ મુંદ્રાથી ભુજ આવી રહ્યી હતી, ત્યારે કેરા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. લોકોના જણાવ્યા અનુસાર કન્ટેનર ટ્રેલર તેની આગળ જઈ રહેલા એક ટ્રેલરને ઓવરટેક કરી રહ્યું હતું. તે વખતે જ સામેથી પૂરઝડપે આવતી બસ ટકરાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસની આખી કેબિન ચિરાઈ ગઈ હતી અને મૃતદેહો રોડ પર ચોમેર વેરણછેરણ પડ્યા હતા.
બસની કેબિનમાં બેઠેલા મુસાફરો ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. આ મિની બસની ક્ષમતા 25થી 30 પ્રવાસીની છે, પરંતુ તેમાં 50 મુસાફર ભરવામાં આવ્યા હતા.


comments powered by Disqus