ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રિ-પેઇડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો તે સ્માર્ટ મીટર ફરજિયાત કરી દીધું છે.
વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પૂછેલા સવાલનો જવાબ આપતાં ઊર્જામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે, ‘હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે, તેથી તમામ વિગતો મોબાઇલ પર ગ્રાહકો મેળવી શકશે’. ‘પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે, પ્રિ-પેઇડ સ્માર્ટ મીટરના અનેક ફાયદા છે, તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઇલ દ્વારા જ મળી રહેશે.