રાજકોટઃ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડો. બળવંતભાઈ જાનીને ગુજરાતી ભાષાનો ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો હતો. આ સાથે જ ડો. બળવંતભાઈ જાનીને મધ્યકાલીન ગુજરાતી ઈસ્માઈલી ગિનાન સાહિત્ય વિષય પર ઉતકૃષ્ટ શોધ-સંશોધન માટે પણ પુરસ્કૃત કરાયા છે.
માતૃભાષા દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસ્કૃતિક મંત્રી મૂળુભાઈ બેરા, ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યાપક ભાગ્યેશ જ્હા, યુવા-સાંસ્કૃતિક પ્રવૃત્તિના અગ્રસચિવ એમ. થેન્નારસન હાજર રહ્યા હતા. ડો. બળવંતભાઈ જાની રાજકોટ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવાસમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરમાં દસકોથી મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.