વડોદરાઃ સમગ્ર રાજ્યમાં વડોદરાના પોરસ્થિત એકમાત્ર બળિયાદેવ મંદિરમાં વહીવટ માટે 109 વર્ષથી હરાજી થાય છે. જે માટે દરવર્ષે જુલાઈમાં કલેક્ટર, અધિકારીઓ અને ગ્રામ અગ્રણીઓની હાજરીમાં બોલી બોલાય છે. ગતવર્ષે પોર ગામના અગ્રણી જગદીશ પટેલે મંદિરનો વહીવટ રૂ. 2.65 કરોડની બોલી લગાવીને રાખ્યો હતો. જો કે આ વર્ષે અધિકારીઓએ મંદિરના વહીવટની અપસેટ વેલ્યૂ રૂ. 2.90 કરોડ રાખતાં કોઈપણે બોલીમાં ભાગ લીધો નહોતો, અને આખરે 109 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મંદિરનો વહીવટ સરકાર હસ્તક ગયો છે.
ઉલ્લેખનીય છે કે, 22 વર્ષ પહેલાં મંદિરના વહીવટની હરાજી રૂ. 4 લાખમાં થતી હતી, જે ગતવર્ષે રૂ. 2.65 કરોડ સુધી પહોંચી હતી. ગતવર્ષના વહીવટમાં રૂ. 1 કરોડની ખોટ જતાં કોઈપણે હરાજીમાં ભાગ લીધો નથી.

