ચંડીગઢઃ અમેરિકામાં ગેરકાયદે રહેતા હરિયાણાના 50 યુવકોને હાથકડી સાથે ડિપોર્ટ કરીને ભારત મોકલી દેવાયા છે. ડિપોર્ટ કરાયેલા ભારતીય યુવકો સાથેનું વિમાન શનિવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યું હતું. અહીંથી હરિયાણાના વિવિધ જિલ્લાની પોલીસ આ યુવકોને પોતાની સાથે લઈ ગઈ. આ બધા ડંકી રૂટથી અમેરિકા ગયા હતા. મોટાભાગના યુવકો પનામાનાં જંગલો, નિકારો, ગ્વાટેમાલા થઈને અમેરિકા પહોંચ્યા હતા. ડિપોર્ટ કરાયેલામાં સૌથી વધારે 14 યુવકો કૈથલ જિલ્લાના છે. આ પહેલાં ફેબુઆરી 2025માં કૈથલ જિલ્લાના 12 યુવકને અમેરિકાથી ડિપોર્ટ કરીને ભારત મોકલાયા હતા. 3 નવેમ્બરે ફરી એક વિમાન ભારત આવશે.

