મુંબઈઃ ભારતીય એડ જગતના દિગ્ગજ પિયૂષ પાંડેએનું 23 ઓક્ટોબરે 70 વર્ષની વયે અવસાન થયું. ભારતીય જાહેરાત જગતના આત્મા અને ચહેરાને બદલી નાખનારા પિયૂષ પાંડેના શનિવારે મુંબઈના શિવાજી પાર્ક સ્મશાન ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. તેમને અંતિમ વિદાય આપવા માટે બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચન સહિતના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. પિયૂષ થોડા સમય પહેલા એક કોન્ફરન્સમાં ભાગ લેવા દિલ્હી ગયા હતા, જ્યાં તેમને ઇન્ફેક્શન થયું હતું. પહેલા તેઓ ન્યૂમોનિયાની બીમારીમાં પટકારાયા, ત્યારબાદ ઓરી-અછબડાની સમસ્યા થઈ હતી અને તેના કારણે તેમની હાલત વધુ બગડી હતી.
પિયૂષ પાંડે ઘણા એડ કેમ્પેઇન માટે જાણીતા છે. લાંબા સમય સુધી ભારતની વિવિધતામાં એકતાનું નિદર્શન કરનારું ગીત ‘મિલે સૂર મેરા તુમ્હારા’ના લેખક પણ પિયૂષ પાંડે હતા, જે દૂરદર્શનનું થીમ સોંગ બની ગયું હતું.

