ગીતો ગાઈ મરણનો શોક દૂર કરતો ગુજ્જર સમાજનો અનોખો ઉત્સવ

Wednesday 29th October 2025 06:19 EDT
 
 

દાહોદઃ જિલ્લાના લીમડી નગરમાં શરદ પૂનમના પવિત્ર દિવસથી એક એવી પરંપરાનો પ્રારંભ થાય છે, જે દુઃખ પર સુખના વિજયનું પ્રતીક છે. આ પરંપરા એટલે 'હીડ'. આ એક એવું લોકગીત છે, જે મરણના શોકને દૂર કરી જીવનમાં નવી આશા અને આનંદનો સંચાર કરે છે. દરવર્ષે શરદ પૂનમના દિવસે લીમડીના શીતળામાતા મંદિરથી માતાજીના ગરબાને ભાવભીની વિદાય અપાય છે, તે જ રાત્રીએ માતાજીના આશીર્વાદ સાથે "હીડ” લાવવાની શરૂઆત થાય છે. ગામના આગેવાનો અને યુવાનો ઢોલ-નગારાં સાથે માતાજીના મંદિરેથી 'હીડ' ગીત ગાતાં-ગાતાં નીકળે છે અને તેને ગામના ગુજ્જર સમાજના આગેવાન લુણાભાઈ ગુજ્જરના ઘરે સ્થાપિત કરે છે. અહીંથી જ શોક નિવારણના આ મહાયજ્ઞનો પ્રારંભ થાય છે. બીજા દિવસથી ગામના માળી, ગારી અને ગુજ્જર સમાજના લોકો એકઠા થઈને ગામના એવા દરેક ઘરે જાય છે. જ્યાં ગત દિવાળીથી આ દિવાળી સુધીમાં કોઈનું અવસાન થયું હોય. આ ઘરોના આંગણામાં ઊભા રહીને તેઓ ભાવવહી સુરોમાં 'હીડ' ગાય છે.


comments powered by Disqus