જામનગરઃ ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને ચેક રિટર્ન કેસમાં જામનગર સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો બે વર્ષની સજા અને ચેકની રકમથી બમણા દંડનો હુકમ યથાવત્ રાખ્યો. આ ચુકાદો જામનગરના ઉદ્યોગપતિ અશોક હરિદાસ લાલની ફરિયાદ સંદર્ભે આવ્યો છે.
જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોક હરિદાસ લાલે ફિલ્મ નિર્માણ માટે રાજકુમાર સંતોષીને રૂ. 1 કરોડ હાથ ઉછીના આપ્યા હતા. આ રકમના બદલામાં સંતોષીએ રૂ. 10 લાખના દસ ચેક આપ્યા હતા, જે પરત ફર્યા હતા. ચેક રિટર્ન થતાં અશોક લાલે જામનગરની સ્પેશિયલ નેગોશિએબલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

