દ્વારકાના શિક્ષકને ભારતના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

Wednesday 29th October 2025 06:20 EDT
 
 

રાજકોટઃ મૂળ દ્વારકાના વતની અને રાજકોટમાં શિક્ષક તરીકે કામગીરી કરતા દ્વારકાના પુત્રને ભારતના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતાં દ્વારકા સહિત સમગ્ર હાલારનું નામ રોશન થયું છે. એવોર્ડ હાંસલ કરી સૌપ્રથમ દ્વારકા આવી ભગવાન દ્વારકાધીશનાં ચરણે એવોર્ડ ધરી આશીર્વાદ સાથે એવોર્ડ ગળે પહેર્યો હતો. હાલ રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં સાયન્સના શિક્ષક તરીકે ફરજ બજાવતા દ્વારકાના વતની હિતેશ પ્રવીણચંદ્ર ભુંડિયાને 2025 ના ભારતભરના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે મળ્યો હતો.


comments powered by Disqus