પૂર્વ ક્રિકેટર-ટીએમસી સાંસદ યુસુફ પઠાણની પોસ્ટથી ફરી વિવાદ

Wednesday 29th October 2025 06:19 EDT
 
 

વડોદરાઃ પશ્ચિમ બંગાળના માલદાની આદિના મસ્જિદ તેના ઐતિહાસિક વૈભવ માટે નહીં, પરંતુ તેની પાછળનું સત્ય શું છે તેના માટે ફરી ચર્ચામાં આવી છે. પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે આદિના મસ્જિદની મુલાકાત અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં જ ભારે ઊહાપોહ સર્જાયો છે.
યુસુફ પઠાણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી લખ્યું હતું કે, આદિના મસ્જિદ 14મી સદીમાં સુલતાન સિકંદર શાહે બનાવડાવેલી ઐતિહાસિક મસ્જિદ છે. તે સમયે આ મસ્જિદ ભારતીય ઉપખંડની સૌથી મોટી હતી, જે આ પ્રદેશની સ્થાપત્ય ભવ્યતા દર્શાવે છે. આ પોસ્ટ પર ભાજપ અને યુઝર્સે તસવીરો શેર કરતાં લખ્યું કે, તમે સૌથી મોટા હિન્દુ મંદિર પૈકી એક આદિનાથ મંદિરમાં છો, જેને આક્રાંતાઓએ કબજે કર્યું હતું. બીજા યુઝર્સે કહ્યું હતું કે, વડોદરામાં જમીન પર ગેરકાયદે કબજો જમાવી બેઠા છે અને તેને કબજો છોડતા નથી.


comments powered by Disqus