ગાંધીનગરઃ ગુજરાતને 1 નવેમ્બરથી નવા ચીફ સેક્રેટરી મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પંકજ જોશીનો કાર્યકાળ 31 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે હાલમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ 1 નવેમ્બરથી પોતાનો કાર્યભાર સંભાળશે. તેઓ હાલમાં CMOમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત્ છે. મનોજ કુમાર દાસ 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારી છે. તેમની પાસે 30 વર્ષથી વધુનો અનુભવ છે અને તેઓ ગુજરાતમાં મહત્ત્વની ભૂમિકાઓમાં કાર્યરત્ રહ્યા છે. ગ્રામીણ વિકાસમાં યોગદાન બદલ ગુજરાતના રાજ્યપાલ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2019માં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઉદ્યોગ અને ખાણ વિભાગના વડા તરીકે તેમણે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપ્યો છે.

