અમદાવાદઃ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ફરી એકવાર શંકર ચૌધરીનું વર્ચસ્વ યથાવત્ રહ્યું છે. ચેરમેનપદે તેમની સતત ત્રીજી વખત બિનહરીફ વરણી થઈ છે. તો વાઇસ ચેરમેનપદે ભાવાભાઈ રબારી પણ ફરી ચૂંટાયા. ભાજપના સત્તાવાર મેન્ડેટથી ચૌધરી અને રબારીને બિનહરીફ જાહેર કરાયા હતા. ચેરમેન બન્યા બાદ ચૌધરીએ ડેરીના શિવમંદિરમાં દૂધનો અભિષેક કર્યો હતો. બનાસ ડેરીની 16 પૈકી 15 બેઠકો બિનહરીફ રહી હતી, જ્યારે દાંતા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ સમર્થિત અમરતજી પરમાર વિજેતા બન્યા હતા. આમ બનાસ ડેરીનું સમગ્ર સંચાલક મંડળ શંકર ચૌધરીના જૂથ તરફી આવ્યું.

