પાલિતાણા ડુંગર વિસ્તારમાં હવા પાણી માફક આવતાં સિંહ પરિવારે લાંબા સમયથી ડેરા-તંબુ તાણ્યા છે. 24 ઓક્ટોબરે સવારે એક સિંહ શેત્રુંજ્ય ડુંગરે યાત્રાળુઓના માર્ગ પર આવી ચડતાં બે ઘડી લોકોના જીવ પડીકે બંધાયા હતા. જો કે થોડી મિનિટોમાં આ સિંહ આડબીડ જંગલમાં જતો રહેતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો.

