સૌરાષ્ટ્રમાં પ્રથમવાર રાજપૂત કન્યા સંસાર ત્યાગીને જૈન દીક્ષા ગ્રહણ કરશે

Thursday 08th May 2025 06:42 EDT
 
 

રાજકોટઃ શહેરમાં એક અનોખી ઘટના જોવા મળી, જ્યાં રાજપૂત સમાજની 20 વર્ષીય યુવતી હેતવીબા પરમારે જૈન દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં આ પ્રથમવાર બન્યું છે, જ્યારે કોઈ રાજપૂત કન્યા સંયમના માર્ગે પ્રયાણ કરી રહી છે. આ પ્રસંગે રાજકોટમાં આશાપુરા માતાજીના મંદિરથી એક વિશાળ વરઘોડો નીકળ્યો હતો. આચાર્ય ભગવંત પ.પૂ. તીર્થભદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબના નગરપ્રવેશ નિમિત્તે આયોજિત આ શોભાયાત્રામાં જૈન તેમજ રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
દીક્ષા લેવા જઈ રહેલા હેતવીબાએ જણાવ્યું કે, નાનપણથી જ તેમનાં માતા-પિતાએ તેમને ધર્મના સંસ્કાર આપ્યા હતા. ધોરણ-9 ની પરીક્ષા બાદ તેઓ સાધ્વીજી સાથે રહેવા ગયાં હતાં અને તણાવમુક્ત જીવન અને ભગવાન મહાવીરની નિકટતાનો અનુભવ થતાં તેમણે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો.


comments powered by Disqus