HMPV વાઈરસનો ગુજરાતમાં પ્રથમ કેસ: 2 મહિનાનું બાળક પોઝિટિવ

Wednesday 08th January 2025 04:33 EST
 
 

ગાંધીનગરઃ ચીન બાદ હવે HMPV વાઇરસ ભારતમાં પ્રવેશ કરી ચૂક્યો છે. મંગળવારની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં બે મહિનાના બાળક સાથે દેશભરમાં HMPVના 8 કેસ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જેની તબિયત સારી થઈ જતાં મંગળવારે તેને રજા આપી દેવાઈ હતી. આ સિવાય કર્ણાટકમાં 3 અને 8 મહિનાનાં બે બાળકો સંક્રમિત થયાં હતાં. આ મામલે ગુજરાત સરકારે એડવાઇઝરી બહાર પાડી છે.
તંત્ર એલર્ટ
HMPV વાઇરસને લઈને અસારવા સિવિલ હોસ્પિટલમાં તત્કાલ વોર્ડ સહિતની તૈયારી કરી દેવામાં આવી છે. વાઇરસને લઈને હોસ્પિટલમાં 15 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે, જેમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા રખાઈ છે.


comments powered by Disqus