અમદાવાદઃ પોશ ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાં ધોળે દિવસે જ્વેલર્સ પેઢીમાં રિવોલ્વરના નાળચે રૂ. 50 લાખની લૂંટ કરવામાં આવી. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય 4 આરોપી સહિત તેની મદદગારી કરનારા આરોપીઓ મળી કુલ 10 શખ્સને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધા હતા. ખરીદારના રૂપમાં 4 આરોપી દુકાનમાં પ્રવેશ્યા હતા, જ્યારે એક આરોપી દુકાન બહાર નજર રાખવા માટે ઊભો હતો. આ આરોપીઓએ 1.2 કિલો સોનું અને 3-4 કિલો ચાંદીની લૂંટ ચલાવી હતી. લુટારાઓને લૂંટ માટે જ્વેલર્સ પેઢી નજીક જ ફરજ બજાવતા એક સિક્યોરિટી ગાર્ડે ટિપ આપી હોવાનું સામે આવ્યું છે.

