કચ્છના નાના રણમાં 30,000 વિદેશી પક્ષીનો મેળાવડો

Wednesday 08th January 2025 04:32 EST
 
 

કચ્છના નાના રણમાં ઠંડીનો ચમકારો તેની ચરમ પર છે, ત્યારે રણમાં વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન થઈ ચૂક્યું છે. ચાલુ વર્ષે અંતમાં શિયાળો બરાબર જામતાં રણના વેટલેન્ડ અને ટૂંડી તળાવમાં એકસાથે 30 હજાર પક્ષીઓનો મેળાવડો જામ્યો છે. માનવીય ખલેલથી પર સુરક્ષિત સ્થળ ગણાતા વેરાન રણમાં દરવર્ષે શિયાળામાં હજારો કિ.મી. દૂર સાઇબેરિયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર સહિતનાં વિદેશી પક્ષીઓ આવે છે. ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂન બિલ, કુંજ, ટિલોર, પેરિગ્રીન ફાલ્કન, રણ ચકલી, નાઇટ જાર, ડેમોલિન જેવા વિવિધ પક્ષીઓએ હાલમાં રણમાં પડાવ નાખ્યો છે. યૂરોપ જેવા દેશોમાં હાલ બરફ વધુ હોવાથી આ પક્ષીઓ કચ્છના રણમાં લગભગ 4 મહિના વિતાવે છે.


comments powered by Disqus