રાજકોટઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રવિવારે 5 જાન્યુઆરીએ રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો શાનદાર પ્રારંભ કરાવાયો. આ પ્રસંગે રાજ્ય રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ખેલ મહાકુંભ 2.0માં શાનદાર પ્રદર્શન કરનારાં શાળા, જિલ્લા અને મહાનગરોને સન્માનિત કર્યા હતા.
આ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના રમતવીરોને વર્લ્ડક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાની સરકારની નેમ છે. ખેલ મહાકુંભ દ્વારા આપણે રાજ્યના યુવાનોને રમત-ગમત તરફ પ્રેરિત કરી શકીએ છીએ.
આપણા યુવાનો દેશ અને રાજ્યનું નામ રોશન કરે તેવી મારી કામના છે. રમતવીરોને વર્લ્ડક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની અમારી નેમ છે. ખેલ મહાકુંભ એક રીતે ઓલમ્પિક માટેની તૈયારી જ છે. અમારો પ્રયાસ છે કે ઓલિમ્પિક પૂર્વે વિશ્વસ્તરનાં 5 રમતોત્સવ ગુજરાતમાં અમે યોજીએ.

