ખ્યાતિકાંડના આરોપી કાર્તિકને જામીન આપવા કોર્ટનો ઇનકાર

Wednesday 08th January 2025 04:33 EST
 
 

અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં ફરાર આરોપી ચેરમેન ડો. કાર્તિક પટેલ દ્વારા તેના જમાઈ પ્રિયાંક કૌશિકભાઈ પટેલ મારફતે વિવિધ ગુનામાં કરાયેલી ત્રણ આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી હતી. કાર્તિક પટેલની આગોતરા જામીન અરજીનો સખત વિરોધ કરતાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વિજય બારોટે દલીલોમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન તરીકે આરોપી કાર્તિક પટેલ જ મુખ્ય જવાબદાર આરોપી હોવાથી તેમને જામીન આપી શકાય નહીં


comments powered by Disqus