ગુજરાતમાં 2462 શાળા માત્ર એક જ શિક્ષકથી કાર્યરત્

Wednesday 08th January 2025 04:33 EST
 
 

અમદાવાદઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 2462 શાળા માત્ર એક જ શિક્ષકના સહારે ચાલી રહી છે. આ આંકડાને આધાર બનાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનીષ દોશી દ્વારા ભાજપ પર વાકપ્રહાર કરવામાં આવ્યા છે. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કથળતી શિક્ષણ વ્યવસ્થા માટે ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિરીતિ અને દિશાવિહીન શિક્ષણ વિભાગ જ જવાબદાર છે. ગુજરાતમાં 40 હજાર કરતાં વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. 40 હજાર કરતાં વધુ ઓરડાની ઘટ છે. 15 વર્ષ કરતાં વધુ સમયથી શારીરિક શિક્ષણ, સંગીત, કલા, ચિત્રના શિક્ષકોની ભરતી કરાઈ નથી.


comments powered by Disqus