ગૌતમ અદાણીની વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી.ગુકેશ અને પરિવાર સાથે મુલાકાત

Wednesday 08th January 2025 06:26 EST
 
 

દેશના જાણીતા બિઝનેસમેન ગૌતમ અદાણીએ હાલમાં સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનેલા ડી. ગુકેશ સાથે અમદાવાદમાં મુલાકાત કરી હતી. ગુકેશે ચીનના ડિંગ લિરેનને માત આપી આ ટાઇટલ અંતિમ બાજીમાં જીત્યું હતું. ગૌતમ અદાણીએ ડી. ગુકેશ સાથે તેના પિતા ડો. રજનીકાંત અને ડો. પદ્માવતી સાથે પણ મુલાકાત કરી અને તેમણે આપેલા બલિદાનની પ્રશંસા કરી હતી.  ગૌતમ અદાણીએ ગુકેશ વિશે લખ્યું કે, ‘18 વર્ષીય ગુકેશ આજની યુવા પેઢીનું પ્રતીક છે. તે ભાવિ પેઢીને સતત પ્રેરિત કરી રહ્યો છે, જેથી દેશ આવનારા દાયકાઓ સુધી વૈશ્વિક સ્તરે દબદબો બનાવી રાખે તેવા ખેલાડીઓની મોટી સેના તૈયાર થાય.’


comments powered by Disqus