ગાંધીધામઃ દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ ડિસેમ્બર 2024માં નોંધપાત્ર વિક્રમો સાથે સિદ્ધિ હાંસલ કરી હતી, જેમાં વેસલ હેન્ડલિંગ, ટ્રાફિક વોલ્યુમ, ચોખા હેન્ડલિંગ અને નવા વિક્રમો સ્થાપ્યા હતા. દીનદયાલ પ્રશાસને કહ્યું હતું કે, ડિસેમ્બર 2024માં 354 જહાજનું હેન્ડલ કરીને અસાધારણ સીમાચિન્હ હાંસલ કર્યું છે, જે ઓક્ટોબર 2024માં હેન્ડલ કરાયેલા સૌથી વધુ 327 જહાજને વટાવી ગયું છે.

