ભરૂચ ખાતે નર્મદા નદી પર 1881માં બનેલા ગોલ્ડન બ્રિજને દોઢ વર્ષ પહેલાં વાહનો માટે બંધ કરાયા બાદ હવે લોકોની પગપાળા અવરજવર માટે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. વાહનવ્યવહાર માટે બંધ થયા બાદ ગોલ્ડન બ્રિજ પર લોકો સાંજે ટહેલવા આવતા હતા અને સેલ્ફી પોઇન્ટ બની ગયો હતો. જો કે સેલ્ફી લેવાના ચક્કરમાં અકસ્માતનો ભય હોવાથી સરકારે સાવચેતીનાં પગલાં લઈને હવે બ્રિજને સંપૂર્ણ બંધ કરી દીધો છે.

