નિશા સાઇકલ લઈ અને નીલેશ કાર લઈ ગુજરાતથી લંડન રવાના થયાં

Wednesday 08th January 2025 05:44 EST
 
 

અમદાવાદઃ ‘હવામાન બદલાય તે પહેલાં આદત બદલો’ જેવા પર્યાવરણના સંદેશ સાથે ગુજરાતથી લંડન સુધીના 13 દેશને સાંકળતા અતિ લાંબા પ્રવાસ પર વડોદરાની નિશા સાઇકલ પર અને પાલનપુરનો નીલેશ બારોટ કારથી આગળ વધી રહ્યાં છે. વડોદરાની વિદ્યાર્થિની નિશા સાઇકલ લઈને તેમની સાથે જોડાયેલી છે. જેણે માઉન્ટ એવરેસ્ટ પર પણ તિરંગો લહેરાવ્યો છે. જો કે હવે નિશા યુરોપની અત્યંત કડકડતી ઠંડીમાં સાઇકલ ચલાવીને લંડન તરફ જઈ રહી છે. 14 હજાર કિલોમીટર જેટલી કાર ચલાવી નિલેશ હવે યુરોપ પહોંચ્યો છે.
નિલેશે જણાવ્યું કે, અત્યાર સુધી જે-જે દેશોમાં ગયા ત્યાં દરેક જગ્યાએ વૃક્ષ વાવેતર કરી પર્યાવરણનો સંદેશો પાઠવ્યો. 7 દેશની અત્યાર સુધીની સફરમાં જુદા જુદા પડકારોનો સામનો કરવો પડ્યો છે, જેમ કે દરેક દેશમાં ડોલર કરન્સી ચેન્જ થઈ જાય, રણમાં ટેન્ટમાં રોકાવું પડ્યું.
પોતાના અને દાનમાં મળેલા રૂ. 45 લાખ ખર્ચાયા
અત્યંત દુષ્કર અને સાહસિક કાર પ્રવાસમાં બંનેએ હવે યુરોપમાં પ્રવેશ કર્યો છે. અત્યાર સુધી 165 દિવસ પૂરા થયા છે. પોતાના અને દાનથી મળેલા અત્યાર સુધી રૂ. 45 લાખ આ ટૂર પર ખર્ચી નાખ્યા છે. 14 હજાર કિલોમીટર જેટલી કાર ચલાવી નિલેશ હવે યૂરોપ પહોંચ્યો છે.


comments powered by Disqus