પોરબંદરઃ પોરબંદરમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાની સ્વિમાથોન-2025 સમુદ્રી તરણ સ્પર્ધામાં પેરા સ્વિમર્સ સ્પર્ધામાં 5 કિ.મી.ની સ્પર્ધામાં વિજેતા બનેલી જિયા રાય 6 વખત નેશનલ ચેમ્પિયનશિપ જીતનારી ભારતની પ્રથમ પેરા સ્વિમર બની છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મન કી બાતમાં જિયાની પ્રશંસા કરી હતી.
પોરબંદર ખાતે આયોજિત પોરબંદર સ્વિમાથોન 2025માં 5 કિ.મી. પેરા ઇવેન્ટમાં જિયા રાયે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ ઇવેન્ટનું આયોજન શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની દેખરેખ હેઠળ કરાયું હતું. જિયા અગાઉ 2019, 2020, 2022, 2023 અને 2024માં આ ટૂર્નામેન્ટ જીતી ચૂકી છે. શ્રીરામ ક્લબના હર્ષિત રૂઘાણીએ જિયાને ટ્રોફી અને મેડલ એનાયત કર્યાં હતાં.

