ભારતમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે વધુ બે વિઝા કેટેગરી

Wednesday 08th January 2025 05:44 EST
 
 

નવી દિલ્હીઃ વિદેશના વિદ્યાથીઓ ભારતની યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે આકર્ષવા કેન્દ્ર સરકાર પ્રયત્નો કરી રહી છે. વિદેશના વિદ્યાર્થીઓને સરળતાથી ભારતના વિઝા મળી રહે એ માટે સરકારે વિઝાની બે સ્પેશિયલ સિરીઝ રજૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયે ‘ઈ-સ્ટુડન્ટ વિઝા’ અને ‘ઈ-સ્ટુડન્ટ-એક્સ’ વિઝા રજૂ કર્યા છે અને તમામ અરજદારોએ સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘સ્ટડી ઈન ઈન્ડિયા’ -(SII) પોર્ટલનો ઉપયોગ કરવાનો રહેશે. SII પોર્ટલ પર નોંધાયેલા પાત્ર વિદેશી વિદ્યાર્થીઓ ઈ-સ્ટુડન્ટ વિઝા સુવિધાનો લાભ લઈ શકે છે, જ્યારે ઈ-સ્ટુડન્ટ-X વિઝા ઈ-સ્ટુડન્ટ વિઝા ધરાવતા લોકોના આશ્રિતોને આપવામાં આવે છે. ભારતમાં લાંબા ગાળાના અથવા ટૂંકા ગાળાના અભ્યાસક્રમો માટે ભણવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે SII પોર્ટલ પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવે છે. વિદ્યાર્થીઓએ વિઝા માટે https://indianvisaonline.gov.in/ પોર્ટલ પર અરજી કરવાની રહેશે, પરંતુ તેમની અરજીની યોગ્યતા SII ID દ્વારા ચકાસવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ SII વેબસાઇટ દ્વારા ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અરજી કરવી ફરજિયાત છે.


comments powered by Disqus