અમદાવાદ-રાજકોટ વચ્ચે સેમિ હાઈસ્પીડ ટ્રેન દોડશે

Wednesday 08th January 2025 04:33 EST
 
 

ગાંધીનગરઃ અમદાવાદ-રાજકોટ વચ્ચે કલાકના 160થી 200 કિલોમીટરની ઝડપે દોડતી સેમિ હાઇસ્પીડ ટ્રેન દોડાવવાનું આયોજન છે. ટ્રેન સાબરમતી મલ્ટિ મોડેલ હબથી ઊપડશે. પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે રેલવેના સહયોગથી ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની સ્થાપના કરી છે. 227 કિલોમીટરનો આ રૂટ સંપૂર્ણપણે એલિવેટેડ રહેશે. પ્રોજેક્ટનો ડીપીઆર મંજૂરી માટે રેલવે બોર્ડને મોકલાયો છે. મંજૂરી પછી કામગીરી શરૂ થશે અને 5 વર્ષમાં પૂર્ણ થશે. હાઇસ્પીડ ટ્રેનને લીધે માત્ર 90 મિનિટમાં પહોંચી શકાશે.
પ્રોજેક્ટ બુલેટ ટ્રેન સાથે કનેક્ટેડ હોવાથી મુંબઈથી રાજકોટ સાડા ત્રણથી ચાર કલાકમાં આવી શકાશે. સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 38 હજાર કરોડ અંદાજાયો છે. ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી રેલવે બોર્ડને સુપરત કર્યો છે.
આ ટ્રેન શરૂ થતાં વેપારીઓને પોતાના વેપારના ફેલાવામાં ભારે મદદ મળી રહેશે. જો કે હાલમાં આ અંગે રેલવે બોર્ડ પાસે મંજૂરી આવવી બાકી છે. મંજૂરી મળતાં જ આ અંગેની કામગીરીની શરૂઆત કરવામાં આવશે.


comments powered by Disqus