જામનગરઃ રિલાયન્સ દ્વારા જોવામાં આવેલા 5 સ્વપ્નની કામગીરી અવિરતપણે ચાલુ છે અને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે. જેમાં દુનિયાની સૌથી શ્રેષ્ઠ ઓઇલ રિફાઇનરી, દુનિયાની સૌથી મોટામાં માટી ગિગા ફેક્ટરી, સોલાર એનર્જી પાર્ક, દુનિયાનું મોટામાં મોટું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે ડિજિટલ ફેક્ટર અને પાંચમું રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવેલું વનતારા. આ 5 સાહસ આવનારા સમયમાં જામનગર તેમજ દેશવાસીઓ માટે ગ્રોથ એન્જિનનું પ્લેટફોર્મ બની રહેશે તેની મને ખાતરી છે એમ રિલાયન્સના ચેરમેન મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું.
રિલાયન્સ ગ્રીન્સ ખાતે કાર્યક્રમમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, જામનગર માત્ર જગ્યા નથી તે રિલાયન્સનો આત્મા છે. આથી અમારા હૃદયમાં ખૂબ જ ઊંચું અને મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જામનગર કોકિલા માતાની જન્મભૂમિ છે, તો ધીરુભાઈની કર્મભૂમિ છે. તેમના આશીર્વાદથી જ આટલી સફળતા મળી છે. જામનગર એ માત્ર એક જગ્યા નથી અમારા પરિવારના વિશ્વાસ અને આશાનું ધબકતું હૃદય છે.
મારા પિતા મારા માટે પ્રેરણાસ્ત્રોત
ઇશા પરિમલ અંબાણીએ જણાવ્યું કે, જામનગર રિફાઇનરીની 25 વર્ષની ઉજવણીમાં મારા દાદાની ઉપસ્થિત અનુભવી રહી છું. તેમના સપનાને મારા પિતાએ સાકાર કર્યું છે અને તેની હું સાક્ષી છું. મારા પિતા મૂકેશભાઈ મારા માટે પ્રેરણાસ્રોત છે.
Alમાં જામનગર ટોપ બ્રાન્ડમાં હશે
આકાશ અંબાણીએ જણાવ્યું કે, જામનગર એઆઇ પ્રોજેક્ટ 24 મહિનામાં તૈયાર થશે. ઇશા, અનંતની સાથે હું ખાતરી આપું છું કે જામનગર જ્વેલ ઓફ ધ રિલાયન્સ ફેમિલી છે અને આગામી દિવસોમાં ઇન્ફોર્મેમેશન-ટેક્નોલોજી ક્ષેત્રમાં ટોચના સ્થાન પર હશે.
તમામ સપનાં સાકાર કરવા વચન
અનંત અંબાણીએ જણાવ્યું કે, 25 વર્ષ પહેલાં મારા દાદાએ જોયેલા સપનાને મારા પિતાએ પૂર્ણ કર્યું છે. હું અભારી છું કે મને મારા દાદા અને પિતાનો અમૂલ્ય વારસો મળ્યો છે. હું જામનગર સાથે જોડાયેલાં તમામ સપનાને સાકાર કરવાનો સંકલ્પ કરી પિતાને વચન આપું છું.

