લખપતઃ કચ્છના છેવાડે આવેલા ઐતિહાસિક લખપત ગામના અંદાજિત પાંચસો વર્ષ જૂના પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિરનો જિર્ણોધાર કરવામાં આવ્યો. આ પ્રસંગે રુદ્રાભિષેક તેમજ હોમ હવનની ધાર્મિક વિધિ સાથે 11 મા વાર્ષિક પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી.
લખપત ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરનો વાર્ષિક પાટોત્સવ મજેઠિયા પરિવારના સતિષભાઈ ઠક્કર, રજત ઠક્કર, અમર ઠક્કર, વરુણ ઠક્કરના યજમાનપદે યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમના મુખ્ય આચાર્યપદે શાસ્ત્રી ડો. ગૌતમભાઈ જોશી તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક મંત્રોચાર સાથે ગણપતિ પૂજન, ધ્વજા રોહણ, રુદ્રાભિષેક તેમજ હોમ હવન સાથે ધાર્મિક વિધિ કરાઈ હતી. કાર્યક્રમમાં માતાના મઢ ઓરણ માતાજી મંદિરના દેવદત્ત બાપુ, અખિલ કચ્છ લોહાણા મહાજનના પ્રમુખ સુરેશભાઈ ઠક્કર, ઉપપ્રમુખ તુષાર આઇયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

