વડોદરાઃ શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ હવે વિશ્વામિત્રી નદીના જિર્ણોદ્ધારની તંત્ર દ્વારા તૈયારી શરૂ કરાઈ છે. છેલ્લા 4 મહિનાથી કાગળ પણ ચાલતો વિશ્વામિત્રી પ્રોજેક્ટ આખરે નદીના પટમાં ઊતર્યો છે. પાલિકા દ્વારા 350 મશીનોને એકીસાથે નદીની સફાઈ અને કાંપ કાઢવા માટે કામે લગાવાશે. તે પૂર્વે પાલિકાએ 10 પોકલેન્ડ મશીનો ઉતારીને વાહનોની અવર-જવર
માટે ઢાળ બનાવીને એપ્રોચ બનાવવાની કામગીરી શરૂ
કરી છે.

