નડિયાદઃ સોડપુર ગામની પ્રાથમિક સ્કૂલના શિક્ષકો અને આચાર્ય વચ્ચે શનિવારે સવારે મોબાઇલ જમા લેવા મુદ્દે છૂટાહાથની મારામારી થઈ હતી. તે પછી સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવાઈ હતી. જીવનના બોધપાઠ ભણાવતા ગુરુજનો બાળકોની સામે જ બાખડી પડતાં શિક્ષણ વિભાગથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પ્રિન્સિપાલ અને શિક્ષકો વચ્ચે ચાલુ થયેલી ઉગ્ર બોલાચાલી ગણતરીની મિનિટોમાં મારામારીમાં પરિણમી હતી. વિદ્યાર્થીઓની હાજરીમાં એકબીજાને છૂટા હાથે માર મારવામાં આવ્યો હતો. એકે તો કચરો વાળવાનું ઝાડું ઉપાડી હુમલો કર્યો હતો.

