નવી દિલ્હીઃ સ્પેસમાં માઇક્રોગ્રેવિટીની સ્થિતિમાં કઠોળ ઉગાડવામાં ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)ને સફળતા મળી છે. ઈસરોએ જણાવ્યું કે, પીએસએલવી-સી60 પોએમ-4 પ્લેટફોર્મ દ્વારા ચોળાના દાણા સ્પેસમાં મોકલવામાં આવ્યા મિશન લૉન્ચ કર્યાના ચાર દિવસમાં આ દાણામાંથી અંકુર ફૂટી નીકળ્યા હતા. સ્પેસ એજન્સીએ કૉમ્પેક્ટ રિસર્ચ મૉડ્યુલ ફોર ઓર્બિટલ પ્લાન્ટ સ્ટડીઝ (ક્રોપ્સ) મિશનના ભાગરૂપચોળાના 8 દાણા સ્પેસમાં મોકલ્યા હતા. પ્રયોગ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર દ્વારા હાથ ધરાયો હતો.

