અયોધ્યાઃ હજીરા આર્સેલર મિત્તલ એન્ડ નિયોન સ્ટીલમાં મંગળવારે ધડાકાભેર ભીષણ આગ લાગી હતી, જેમાં લિફ્ટમાં સવાર 4 કામદારોનાં મોત થયાં હતાં. મોટી આગ છતાં કંપનીએ ફાયરબ્રિગેડને જાણ ન કરતાં ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા છે. કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે. રો મટિરિયલની ટ્યૂબ ફાટતાં તેમાંથી ગરમ રો-મટિરિયલ નીકળી લિફ્ટમાં ઘૂસી જતાં 4 કર્મચારીનાં મૃત્યુ થયા હતા. આગની દુર્ઘટના પોલીસથી છુપાવવાનો પ્રયાસ થયો હતો.

