PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કર્યો

Wednesday 08th October 2025 06:25 EDT
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ટેલિફોન કરીને તેમના 73મા જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત-રશિયાના દ્વિપક્ષીય કાર્યસૂચિની પ્રગતિની સમીક્ષા કરી અને તેમની "ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી"ને વધુ ગાઢ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને 23મા ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને જન્મદિવસે ઉત્તમ સ્વાસ્થ્ય અને પ્રગતિ માટે શુભકામના પાઠવી હતી. આ વાતચીત દરમિયાન બંને દિગ્ગજ નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે ચાલતા દ્વિપક્ષીય સહયોગના મુદ્દાની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી હતી. 


comments powered by Disqus