આણંદઃ અમેરિકામાં સ્થાયી મેકદાદા તરીકે જાણીતા મહેન્દ્ર પટેલે માદરે વતન નિસરાયામાં 100 પરિવારોનું ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે. ગામની સીમમાં આવેલી જમીનમાં અંદાજિત રૂ. 3 કરોડના ખર્ચે 100 પરિવાર માટે મકાન તૈયાર કરી અપાયાં છે. આઠમે હરસિદ્ધિ માતાજીના મંદિરે હવન
કરીને નાળિયેર, ચૂંદડી સાથે પરિવારોનો ગૃહપ્રવેશ કરાવાયો હતો.
આ પ્રસંગે બોરસદ ધારાસભ્ય રમણભાઈ સોલંકી, આણંદના સાંસદ મિતેશ પટેલ, પેટલાદ ધારાસભ્ય કમલેશ પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ મિહિર પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

