ગાંધીનગરઃ ગાંધીજયંતી અને દશેરાના દિવસે વાવ-થરાદ ગુજરાતનો 34મો જિલ્લો બનીને ઇતિહાસ રચાયો છે. સાથે જ નવા ધરણીધર ઓગડ રાહ અને હડાદ 4 તાલુકાનો શુભારંભ કાર્યક્રમ રાહમાં યોજાયો હતો. આ દરમિયાન રાહની સ્થાનિક પંચાયત કચેરીને શણગારાઈ હતી. અહીં 4 તાલુકા ઉપરાંત વાવ-થરાદ જિલ્લાની સામૂહિક ઉજવણીનો કાર્યક્રમ યોજીને વિધિવત્ જિલ્લો અને તાલુકા અસ્તિત્વમાં આવ્યા હોવાનું જાહેર કરાયું હતું. થરાદના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, ‘આપણી ઓળખ હંમેશાં બનાસવાસી તરીકે બની રહેશે. બનાસવાસીઓ સાથે આપણે લાગણી અને પ્રેમથી જોડાયેલા રહીશું.’ ઉલ્લેખનીય છે કે, આ નવા જિલ્લાની અગાઉ સરકારે જાહેરાત કરી ત્યારે વિરોધ ફાટી નીકળ્યો હતો.

