નવી દિલ્હીઃ વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે સોમવારે દોહામાં કહ્યું કે, ભારત, ઓમાન, ચિલી, પેરુ, અમેરિકા અને યુરોપિયન સંઘ સહિત થણા દેશો સાથે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) વાતચીત કરી રહ્યા છે. તેમણે કહ્યું, ભારત હવે આ વેપાર સમજૂતી દ્વારા વિકસિત દેશો સાથે જોડાઈ રહ્યો છે. પીયૂષ ગોયલ ભારત અને કતાર વચ્ચે વેપાર-રોકાણને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરનારા એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. ગયા મહિને પીયૂષ ગોયલે ન્યૂયોર્કમાં વેપારચર્ચા માટે પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. તે બાદ દ્વિપક્ષીય સમજૂતી પર વાતચીત ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.

