અમદાવાદઃ જાણીતા મીડિયા હાઉસના પત્રકાર દીર્ઘાયુ વ્યાસ રૂ. 10 લાખના તોડકાંડમાં ફસાયો, જે બાદ અનેક કાંડ સામે આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં પોલીસ સમક્ષ દીર્ઘાયુએ ખુલાસો કર્યો કે, રૂ. 10 લાખના તોડમાં તેની વેબસાઇટના બે સિનિયરને ભાગ આપી સાચવ્યા હતા, પરંતુ ગાંધીનગરથી દબાણ આવતાં તેને મુખ્ય આરોપી બનાવીને અન્ય લોકોની ભૂમિકાનો ઢાંકપિછોડો કરાયો છે.

