બહુચર માતાજીને રૂ. 300 કરોડના હારનો શણગાર

Wednesday 08th October 2025 06:25 EDT
 
 

બહુચરાજીમાં દશેરાએ બહુચર માતાજીની સવારી 186 વર્ષ જૂની પરંપરા મુજબ ગાર્ડ ઓફ ઓનર બાદ  નીકળી. આ સમયે માતાજીને રૂ. 300 કરોડનો નવલખો હાર પહેરાવાયો હતો. વડોદરાના રાજવી શ્રીમંત માનાજીરાવ ગાયકવાડ જ્યારે કડી પ્રાંતના સુબા હતા ત્યારે પાઠાનું અસાધ્ય દર્દ મટતાં અને રાજા બનવાની મનોકામના પણ પૂર્ણ થતાં વર્ષ 1839માં મંદિર બંધાવી નવલખો હાર અર્પણ કર્યો હતો.


comments powered by Disqus