ભારત-ચીન સંબંધોમાં મોટું પગલુંઃ 5 વર્ષ બાદ સીધી ફ્લાઇટ્સ શરૂ થશે

Wednesday 08th October 2025 06:25 EDT
 
 

નવી દિલ્હીઃ ગુરુવારે વિદેશ મંત્રાલયે જાહેરાત કરી હતી કે, ભારત અને ચીન ફરીથી સીધી ફ્લાઇટ્સ શરૂ કરવા સહમત થયા છે. આના થોડા સમય પછી એરલાઇન ઇન્ડિગોએ 26 ઓક્ટોબરથી બંને દેશ વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી.
વર્ષ 2020થી હવાઇસેવા બંધ હતી
આ જાહેરાત બાદ ઇન્ડિગોની ફ્લાઇટ કોલકાતાથી ગુઆંગઝુ સુધી ટૂંક સમયમાં દૈનિક નોનસ્ટોપ કાર્યરત થશે. ઇન્ડિગો તેના એરબસ A320neo એરક્રાફ્ટનો ઉપયોગ કરીને આ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. 2020માં કોરોના મહામારીના કારણે ભારત અને ચીન વચ્ચે આ સેવા બંધ કરાઈ હતી, ત્યારબાદ ગલવાન અથડામણને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા.


comments powered by Disqus