માધાપરઃ ભુજના પરાસમાન માધાપરમાં રૂ. 5 કરોડના ખર્ચે ભવ્ય રામમંદિરનું નિર્માણ કરાશે. વિજયાદશમીના દિવસે આ મંદિર નિર્માણકાર્યનું ભૂમિપૂજન કરાયું. રઘુનાથજી અને ધિંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આ રામમંદિર નિર્માણનો પ્રકલ્પ હાથ ધરાયો છે. રામમંદિર નિર્માણ માટે ભૂમિદાતા સ્વ. શિવજી વેલજી ગોરસિયા અને સ્વ. રાધાબાઈ શિવજી ગોરસિયા પરિવાર તેમજ સ્વ. ગોવિંદભાઈ રૂડા દબાસિયા, ગં.સ્વ. વીરબાઈ ગોવિંદ દબાસિયા હસ્તે હરીશભાઈ અને રેણુકાબહેન પરિવાર, સ્વ. મેઘજી રત્ના પિંડોળિયા પરિવાર રહ્યા હતા.
કાર્યક્રમમાં વિનોદભાઈ ગોરસિયાએ ભગવાન રામનાં ભજનો સંભળાવ્યાં હતાં. વિનોદભાઈ સોલંકી તરફથી રામમંદિર નિર્માણ માટે રૂ. 11 લાખ, નારણ શિવજી ગોરસિયા પરિવર તરફથી રૂ. 5,55,555, કીર્તિભાઈ વરસાણી હસ્તે કચ્છિયત ફાઉન્ડેશન તરફથી રૂ. 1 લાખ, વેલજી જીણા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રૂ. 5,51,000, કેસર એન્ડ શાંતિલાલ કેરાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રૂ. 51,000નું અનુદાન અપાયું હતું.

