રાપરઃ રાપરના લોહાણા મહાજન સંચાલિત લોહાણા યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં સમાજના 82 તેજસ્વી તારલાને સન્માનવામાં આવ્યા હતા. પ્રારંભમાં મંચસ્થ મહેમાનો દ્વારા દીપપ્રાગટ્ય કરાયું હતું.
લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ ચંદેની અધ્યક્ષતામાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. અખિલ કચ્છ લોહાણા મહાજનના પ્રમુખ સુરેશભાઈ ઠક્કરે પ્રાસંગિક ઉદ્બોધનમાં કન્યા કેળવણી ક્ષેત્રે સમર્પિત જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલયના સ્થાપક સદ્ગત રતનશીબાપાને યાદ કરી તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો. લોહાણા મહાજનના ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કરે શિક્ષણક્ષેત્ર માટે ઉપયોગી સૂચનો કર્યાં હતાં. અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ કે.સી. ઠક્કર, ભચાઉ લોહાણા મહાજનના પ્રમુખ નરેન્દ્ર કોટક, આદિપુર લોહાણા મહાજનના પ્રમુખ મનીષ મજીઠિયાએ સમાજને ઉપયોગી વાતો કરી હતી.

