ગાંધીનગરઃ ગુજરાતના ગૌરવ અને એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન સાસણ ગીર અભયારણ્યના પ્રવાસીઓ માટે એક અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંભવિત ગુજરાત પ્રવાસ અને સિંહ દર્શન કાર્યક્રમને કારણે ચોમાસાના ચાર મહિના બંધ રહેતું ગીર જંગલ આ વર્ષે નિર્ધારિત સમય કરતાં લગભગ 10 દિવસ વહેલું 7 ઓક્ટોબરથી ખૂલવાની સંભાવના છે. સામાન્ય રીતે વન્યજીવોના સંવર્ધન અને સંરક્ષણ માટે ગીર અભયારણ્ય દરવર્ષે 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રખાય છે.

