રાજકોટઃ ફિલ્મ અભિનેતા, ડાયરેક્ટર અને કોળી ઠાકોર સમાજના 40 વર્ષીય પ્રમુખ જયેશ હંસરાજ ઠાકોરે 15 વર્ષની તરુણી પર વારંવાર દુષ્કર્મ આચરતાં યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ફિલ્મમાં હિરોઇનનો રોલ અપાવવાનું કહી સાધુ વાસવાણી રોડ પરની ઓફિસ અને રેલનગરમાં આવેલા ફ્લેટમાં સગીરાને બોલાવી બળજબરીLr શરીર સંબંધ બાંધ્યો હતો. પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં ગુજરાતી ફિલ્મમાં ક્લાકાર બનવા માટે ઓડિશનની જાહેરાત જોઈ તેની માતા સાથે તે જયેશ ઠાકોરને ઓડિશન આપવા ગઈ હતી. ત્યારથી તેમની ઓળખાણ થઈ હતી. અભિનેતાએ રોલની લાલચ આપી પ્રેક્ટિસના બહાને બોલાવવાનું શરૂ કર્યું હતું. અને મૂવીમાં કામ કરવા શરીર સ્પર્શનાં દૃશ્યો આપવાં પડશે તેમ કહી તેની સાથે દુષ્કર્મ શરૂ કર્યું હતું. જયેશ ઠાકોર કેફી દ્રવ્ય ખવડાવી યુવતીનો લાભ લઈને હવસ સંતોષતો હતો.

