મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ જવાનો સાથે વિજ્યાદશમીએ મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્રપૂજન કર્યું હતું. તેમણે શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, આસુરી શક્તિ પર દૈવીશક્તિના વિજયનું પ્રતીક ગણાતો આ પર્વ સમાજની આસુરી શક્તિઓને પરાસ્ત કરવાનો અવસર પણ છે. અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પણ પોલીસ અધિકારીઓ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.

