કચ્છઃ દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસ દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈ હવે મોગલધામ કબરાઉના ગાદીપતિ ઋષિબાપુએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. મોગલધામ ખાતે ચારણ ઋષિબાપુએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, સાથે જ દેશભરના સાધુ-સંતોને ભેગા થવા આહવાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, કૃષ્ણનું અપમાન કર્યું છે એટલે ધર્મયુદ્ધ ઉપાડ્યું છે, સનાતન વિરુદ્ધ લખાયેલાં પુસ્તકોનો નાશ કરવામાં આવે એવી માગ છે.